હું ડૉ.આર.સી.મહેતા સર્વોદય હાઇસ્કુલ, મોડાસા માં તમને આવકારું છું અહિયાં તમને માત્ર શૈક્ષણિકજ નહિ પરંતુ સહ અભ્યાસિક પ્રવૃત્તિ પણ શીખવા મળશે જેનાથી તમારો માત્ર સામાજિક જ નહિ પરંતુ વ્યક્તિગત વિકાસ પણ સારો થશે. અહિયાં શિક્ષણને ભારરૂપ નહિ પરંતુ ખુબ ઉત્સાહભેર અને જ્ઞાન થી લેવાય છે જેથી તે મુલ્યવાન બને અને તે સખત મહેનત અને પ્રેમાળ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે જે તમારી આંગળી પકડી અને તમને સાચો રસ્તો બતાવે જેનાથી તમે લક્ષ્યને મેળવી શકો.
અમે શક્ય તેટલું અનુકુળ વાતાવરણ સાધનો અને સુવિધાઓ પૂરી પાડશું હું ઈચ્છું છું કે તમે અહિયાં ભણતરને માણો અને જુદી-જુદી પ્રવૃતિઓમાં જેવીકે રમત, સંગીત , નૃત્ય, સંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ ઉત્સવોમાં ભાગ લો.
છેલ્લે મારી શુભેચ્છાઓ છે કે તમે તમારી સાહસિક અને ઉપયોગી એવી કિમતી ક્ષણોને અમારી સાથે માણો.
... more |